એક આર્મી ઓફિસર ના કહેવા મુજબ… “હંમેશા વાત ધંધાની નથી હોતી” હું પ્રજાસતાક દિવસે દિલ્લીની પરેડમાં જોડાવા માટેની મારી ડ્યૂટી પર હતો. મારે બે રાત્રી દિલ્લીમાં રોકાવું પડે એમ હતું. તો, એટલે હું તાજ હોટેલમાં રોકાણો. મેં ખાસ આ હોટેલની પસંદગી કરી એના સ્થાનના કારણે. સાંજે, મેં હોટેલના સ્વાગત વિભાગના કર્મચારીને ફોન કર્યો અને મારો યુનિફોર્મ ઈસ્ત્રી કરાવવા આપ્યો. થોડા સમય પછી એક સર્વિસ બોય આવ્યો મારો યુનિફોર્મ લેવા માટે. મેં તેને મારો યુનિફોર્મ આપ્યો અને તે યુનિફોર્મ જોઈને આશ્ચર્યમાં પડ્યો, તેણે વિનમ્રતાથી પૂછ્યું કે સર તમે આર્મીમાં છો? મેં કહ્યું હા, અને તેણે તરતજ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મારી સાથે સેલ્ફી લીધી, તેણે કહ્યું – સર હું પહેલી વખત કોઈ આર્મી ઓફિસરને હકીકતમાં જોઈ રહ્યો છું. અત્યાર સુધી મેં તેમને માત્ર ફિલ્મોમાં જ જોયા છે. તેણે તરતજ કડક થઈને મને સલામ કરી. તેણે જય હિન્દ કહ્યું અને જતો રહ્યો. થોડા સમય પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો અને મારા આશ્ચર્યની વચ્ચે ત્યાં બે સુંદર છોકરીઓ ઉભી હતી હાથમાં મોબાઈલ સાથે. તેમાંથી એકે કહ્યું, સર અમારે તમારી સાથે એક સેલ્...