Skip to main content
એક આર્મી ઓફિસર ના કહેવા મુજબ…
“હંમેશા વાત ધંધાની નથી હોતી”
હું પ્રજાસતાક દિવસે દિલ્લીની પરેડમાં જોડાવા માટેની મારી ડ્યૂટી પર હતો.
મારે બે રાત્રી દિલ્લીમાં રોકાવું પડે એમ હતું. તો, એટલે હું તાજ હોટેલમાં રોકાણો. મેં ખાસ આ હોટેલની પસંદગી કરી એના સ્થાનના કારણે.
સાંજે, મેં હોટેલના સ્વાગત વિભાગના કર્મચારીને ફોન કર્યો અને મારો યુનિફોર્મ ઈસ્ત્રી કરાવવા આપ્યો.
થોડા સમય પછી એક સર્વિસ બોય આવ્યો મારો યુનિફોર્મ લેવા માટે. મેં તેને મારો યુનિફોર્મ આપ્યો અને તે યુનિફોર્મ જોઈને આશ્ચર્યમાં પડ્યો, તેણે વિનમ્રતાથી પૂછ્યું કે સર તમે આર્મીમાં છો? મેં કહ્યું હા, અને તેણે તરતજ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મારી સાથે સેલ્ફી લીધી, તેણે કહ્યું – સર હું પહેલી વખત કોઈ આર્મી ઓફિસરને હકીકતમાં જોઈ રહ્યો છું. અત્યાર સુધી મેં તેમને માત્ર ફિલ્મોમાં જ જોયા છે. તેણે તરતજ કડક થઈને મને સલામ કરી. તેણે જય હિન્દ કહ્યું અને જતો રહ્યો.

થોડા સમય પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો અને મારા આશ્ચર્યની વચ્ચે ત્યાં બે સુંદર છોકરીઓ ઉભી હતી હાથમાં મોબાઈલ સાથે. તેમાંથી એકે કહ્યું, સર અમારે તમારી સાથે એક સેલ્ફી લેવી છે. મને સમજાણું નહીંકે શુ પ્રતિસાદ આપવો. મેં મૂર્ખ જેવું કંઈક સ્મિત આપ્યું. મેં તેઓને રૂમમાં રહેલા મીની બાર માંથી ચોકલેટ આપી, જાણેકે તે નાની બાળકીઓ હોય. પણ તમને જાણ હશે જ કે ગભરાટમાં માણસનું શુ થાય. ગભરાટથી બુદ્ધિ બહેર મારી જાય.
લગભગ ૯ વાગે, મને હોટેલના સ્વાગત વિભાગમાંથી ખુબ જ વિનમ્રતાની સાથે એવો ફોન આવ્યો કે, તમારે જમવા માટે નીચે આવવું પડશે કેમકે અમે રૂમ પર જમવાનું નથી મોકલતા. ત્યાર પછી હું જમવા માટે નીચે ગયો, અને મેં તે જગ્યાની અસલી સુંદરતા જોઈ, ખુબ જ સુંદર રીતે આંતરિક સજાવટ કરવામાં આવી હતી. જાણે કાશ્મીરની ધરતી પર હોઈએ, મારા માટે તો આ ખુબ જ મજાનું હતું. હું જેવો પ્રવેશદ્વાર પાસે આવ્યો, મારા આશ્ચર્યની વચ્ચે મેં જોયું કે આખો સ્ટાફ ત્યાં હાજર હતો.
આખો સ્ટાફ મેનેજર સહીત મને મળવા આવ્યો. મેનેજરએ મને કહ્યું, અમારી હોટેલમાં તમારું સ્વાગત છે સર, એક ખુબસુરત ગુલદસ્તો આપતાં તેમણે કહ્યું કે અમારી ખુશનસીબી છે કે તમે અહીં આવ્યા. મેનેજરે ખુદ મારી સાથે ડિનર લીધું.
બીજા દિવસે.
મારા આશ્ચર્યની વચ્ચે, મને એક BMW કાર આપવામાં આવી, હોટેલથી ‘રાષ્ટ્રપતિ ભવન’ જવા માટે. અને સાચું કહું તો અમને આવી VIP સેવાની આદત નથી હોતી. અમે ફૌજીઓ અમારી જીપમાં જ વધુ આરામદાયક મહેસુસ કરીએ છીએ.

પાછા જવાનો દિવસ.
હું હોટેલના સ્વાગત વિભાગમાં ગયો, કાર્ડ પાછું આપવા.
રિસેપ્શનિસ્ટ: અમારી હોટેલમાં રોકાવા માટે ધન્યવાદ સર. તમારું રોકાણ કેવું રહ્યું?
મેં કહ્યું: અહીં રોકાણ ખુબ જ આરામદાયક રહ્યું. મને મારું બિલ આપશો!
રિસેપ્શનિસ્ટ: તમારું અહીંનું રોકાણ, અમારી હોટેલ દ્વારા પ્રાયોજિત હતું. તમે આપણા દેશની રક્ષા કરો છો. તો અમારા તરફથી તમને આ નાની એવી ગિફ્ટ છે. અમને તમારા અહીંના રોકાણ માટે આદર છે.
એવું ન્હોતું કે રૂપિયા બચાવીને મને ખુશી થતી હતી, પણ એલોકોએ *લીલા યુનિફોર્મ* ને જે આદર આપ્યોતો તે ખુશી આપનારો હતો
મને તેઓની આ કૃતજ્ઞતા ખુબ સ્પર્શી ગઈ, આપણે એક મહાન દેશમાં વસીએ છીએ.
આ પ્રસંગ બન્યા બાદ, મેં તાજ હોટેલના સીઈઓને પત્ર લખ્યો. આખો પ્રસંગ વિસ્તાર પૂર્વક લખ્યો અને દિલ્હી હોટેલના મેનેજરના વિનમ્ર વ્યવહારની સરાહના પણ કરી.
આશ્ચર્યની વાત એ છે કે, મને તાજના સીઈઓનો પ્રત્યુત્તર આવ્યો અને તેમણે લખ્યું હતું કે તાજ હોટેલ ગ્રૂપે નક્કી કર્યું છે કે આખા દેશમાં તાજ હોટેલમાં રોકાણ કરનાર આર્મી ઓફિસરને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહી, તે બીલ નો સ્ક્રીનશોટ મુકું છું.

વાહ, શું સરસ રસ્તો છે દેશના જવાનોને સલામ કરવાનો.
ટાટા પાસે કામ કરવાની સૌથી સારી નૈતિક વૃત્તિ છે.
લેખન-સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)
જો આ પ્રસંગ આપ સૌ પ્રથમ વાર વાંચતા હો તો અચૂક શેર કરવો !
સ્તોત્ર: - જલ્સા કરોને જેંત જેંતીલાલ 




TWITTER:- @yogendrabihola

Comments

Popular posts from this blog

ચેતાકોષ

આપણા ન્યૂરોન્સ કે ચેતાકોષો નો જે એકબીજા સાથે કનેક્શન (synapses) બનાવે છે. વિડિયો :  ચેતાકોષ વિડિયો  🎬 આપણા સૌની બુદ્ધિ શક્તિ અને માનસિક વિકાસનો આધાર આપણા ચેતાકોષોના કાર્ય અને આ કનેક્શન પર રહેલો છે. જટિલ કાર્યો જેવા કે ગણિત, સંગીત કોયડા ઉકેલવા વિગેરે તો જ સારી રીતે થાય જો આ ચેતાકોષો એકબીજા સાથે સરસ કનેક્શન બનાવે.  નવજાત શિશુ જન્મે ત્યારે એના મગજની સાઈઝ પુખ્ત વયના માણસની સરખામણીમાં ચોથા ભાગની હોય છે! પણ પછી ચાલુ થાય છે રોકેટની ગતિએ તેજ વિકાસ... જીવનના પહેલા બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ આવો વિકાસ થતો હોય છે! મજાની વાત તો એ છે કે નવજાત શિશુ અને પુખ્ત વયના માણસની અંદર ચેતાકોષોની કુલ સંખ્યા 100 અબજ જ હોય છે તો પછી મગજનો આ વિકાસ કેવી રીતે થાય છે? વેલ, એનું કારણ છે દરેક ચેતાકોષો એકબીજા સાથે નવા કનેક્શન બનાવે છે. નવજાત બાળકમાં આવા કનેક્શન જન્મ સમયે ઓછા હોય છે, જ્યારે વિકાસની સાથે આ કનેક્શન બનતા જાય ત્યારે એ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓ કરતા શીખી જાય છે જેમ કે જોતા સાંભળતા બોલતા ચાલતા વિગેરે. આવા કનેક્શન ત્યારે વધારે સારા બને જ્યારે બાળકને દ્રશ્ય શ્રાવ્ય કે અન્ય રીતે પ્રોત્સાહિત કરવામા...

સૂર્યગ્રહણ ( રસપ્રદ )

  સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું. BBC News,  ગુજરાતી કન્ટેન્ટ પર જાવ વિભાગો ગુજરાત ભારત મૅગેઝિન લોકપ્રિય સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું, આકાશમાં 50 હજાર ફૂટ પર વૈજ્ઞાનિકો કેવા પ્રયોગ કરશે? ઇમેજ સ્રોત, GETTY IMAGES 4 એપ્રિલ 2024 અપડેટેડ એક કલાક પહેલા પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે. આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે. ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ. જોકે આ વખતે સૂર્યગ્ર...
                            -: FRIENDSHIP : - ये वो रिस्ता है जो कभी ना कभी आपके जीवन में अपनों का साथ ना होने पर काम आता है। दोस्ती क्या होती हैं वो आप कभी सामने वाले पर निर्भर नहीं करती निर्भर करती है कि आपने उसके साथ दोस्ती केसी निभाई । अकसर लोग ये मान लेते हैं की उसने कभी मुझे सम्पर्क नहीं किया पर आप ने भी उसी दौरान कुछ नहीं किया । दोस्ती वो होतीं हैं जिसे आप किसी की खुशी के लिए आप कुरबान हो जाते हैं ।दोस्त के कहने पर आप बेजिजक पहोच जाया करते हो। जिसमे न तो लोभ होता है ओर ना ही स्वार्थ । लिखना बहोत है पर पता नहीं ●●●●●●●