-:પાનસિંગ તોમર:- *એક ગુજરાત નો રસપ્રદ બહારવટિયા ની વાત. ૬૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનો 'પાનસિંગ તોમર' ભૂ પત પાકિસ્તાનથી ઝડપાયો! ભુપત બાહરવટયો તથા રાણો આહીર સમયાંતર - લલિત ખંભાયતા એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો. ૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો! અન્યાયો સામે મેદાને પડેલા ભૂપત પર જેતપુરના જીતુભાઈ ધાધલે નમૂનેદાર સંશોધન કર્યું છે. એ સંશોધનમાંથી ખબર પડે છે, કે ભૂપતસિંહને બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું! ૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થયેલું. સૌરાષ્ટ્રભરનાં નાનાં-મોટાં રજવાડાંઓના રમતવીરો મૂછોના થોભિયા પર હાથ ફેરવતાં ફેરવતાં સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલ...