Skip to main content

Posts

Showing posts from March, 2020
મારી એકલી આંખો ને તું મળી જાય, તારી એકલી યાદો ને હું મળી જાઉં, સમય છે આ એક એવો કે રોજ મળવાની ચાહ આજે એક રાહ જોઇ રહ્યો છું તું મળે ક્યાં છે મને આજે હું તને રોજ શોધી રહયો છું. આ શબ્દો ને મારાં એક પૂર્ણ વિરામ આપ, આ પ્રતિબંધ ને એક બાજુ મૂકી તું મળવા તો આવ. એક સમય હતો જયારે તુ કહે કે મનેં ગમતું નથી એક સમય આવી ગયો સમય હોવા છતાં મળાતું નથી. સમય ક્યાં ગયો છે એ સમયને પણ ખબર નથી તું યાદ આવે છે રોજ મને પણ સમયને કદર નથી. ખુલ્લા આકાશ માં હું ભાગી જાઉં મળે ભગવાન મને તો સમય માંગી લઉં. કહી દઉં આ સપના ભર્યા મન ને કે છોડી દે આ પ્રેમ કરતાં તન ને. ઉપર પ્રેમ ની આ નદી વહી રહી તારા નામ ની કલમ લખી હતી. મારી એકલી આંખો ને તું મળી જાય, તારી એકલી યાદો ને હું મળી જાઉં, @yogendrabihola