Skip to main content
મારી એકલી આંખો ને તું મળી જાય,
તારી એકલી યાદો ને હું મળી જાઉં,

સમય છે આ એક એવો કે
રોજ મળવાની ચાહ આજે એક રાહ જોઇ રહ્યો છું
તું મળે ક્યાં છે મને આજે હું તને રોજ શોધી રહયો છું.

આ શબ્દો ને મારાં એક પૂર્ણ વિરામ આપ,
આ પ્રતિબંધ ને એક બાજુ મૂકી તું મળવા તો આવ.

એક સમય હતો જયારે તુ કહે કે મનેં ગમતું નથી
એક સમય આવી ગયો સમય હોવા છતાં મળાતું નથી.

સમય ક્યાં ગયો છે એ સમયને પણ ખબર નથી
તું યાદ આવે છે રોજ મને પણ સમયને કદર નથી.

ખુલ્લા આકાશ માં હું ભાગી જાઉં
મળે ભગવાન મને તો સમય માંગી લઉં.

કહી દઉં આ સપના ભર્યા મન ને કે
છોડી દે આ પ્રેમ કરતાં તન ને.

ઉપર પ્રેમ ની આ નદી વહી રહી
તારા નામ ની કલમ લખી હતી.

મારી એકલી આંખો ને તું મળી જાય,
તારી એકલી યાદો ને હું મળી જાઉં,
@yogendrabihola

Comments

Popular posts from this blog

ચેતાકોષ

આપણા ન્યૂરોન્સ કે ચેતાકોષો નો જે એકબીજા સાથે કનેક્શન (synapses) બનાવે છે. વિડિયો :  ચેતાકોષ વિડિયો  🎬 આપણા સૌની બુદ્ધિ શક્તિ અને માનસિક વિકાસનો આધાર આપણા ચેતાકોષોના કાર્ય અને આ કનેક્શન પર રહેલો છે. જટિલ કાર્યો જેવા કે ગણિત, સંગીત કોયડા ઉકેલવા વિગેરે તો જ સારી રીતે થાય જો આ ચેતાકોષો એકબીજા સાથે સરસ કનેક્શન બનાવે.  નવજાત શિશુ જન્મે ત્યારે એના મગજની સાઈઝ પુખ્ત વયના માણસની સરખામણીમાં ચોથા ભાગની હોય છે! પણ પછી ચાલુ થાય છે રોકેટની ગતિએ તેજ વિકાસ... જીવનના પહેલા બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ આવો વિકાસ થતો હોય છે! મજાની વાત તો એ છે કે નવજાત શિશુ અને પુખ્ત વયના માણસની અંદર ચેતાકોષોની કુલ સંખ્યા 100 અબજ જ હોય છે તો પછી મગજનો આ વિકાસ કેવી રીતે થાય છે? વેલ, એનું કારણ છે દરેક ચેતાકોષો એકબીજા સાથે નવા કનેક્શન બનાવે છે. નવજાત બાળકમાં આવા કનેક્શન જન્મ સમયે ઓછા હોય છે, જ્યારે વિકાસની સાથે આ કનેક્શન બનતા જાય ત્યારે એ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓ કરતા શીખી જાય છે જેમ કે જોતા સાંભળતા બોલતા ચાલતા વિગેરે. આવા કનેક્શન ત્યારે વધારે સારા બને જ્યારે બાળકને દ્રશ્ય શ્રાવ્ય કે અન્ય રીતે પ્રોત્સાહિત કરવામા...
           -::  माना अब हम साथ नहीं   ::-                                                     -: ADITYA MUDGAL                                     आज सुन रहा था किसी के लिखे हुए शब्द, न जाने क्यु वो आपकी याद दिला देते हैं ।                                खुद तो कुछ लिख नहीं सकता तेरे बिना                                चल अब आ भी जा मेरे इंतजार के सिवा ।ये तो कुछ शब्द है जो किसी ने लिखे हैं किसी के लिये मेरा तो हर वक्त ऐसा हो जो चले ओर जिए तो तेरे लिये।                                ...
                       ●● મને ગમે છે તું,●●                        તું એટલે બધુ જ જેને પ્રેમ કહેવાય છે     બીજા અર્થોમાં 👇  ■ જીવવા ગમે એવી જીંદગી કહેવાય છે.  ■ તારું હસવું મારી જીંદગીનો સ્ક્રીનશોટ છે.  ■ તારા સ્મીત પર ઓવારી જાય છે મારા ગીત ને મારે તને ગાવી         છે ,શબ્દોમા સજાવી છે.  ■ તારી આંખોમાં હિલ્લોળા લેતો સાગર મને ભીતરથી ભીંજવે છે.     ને મારો કિનારો છલકાય છે.  ■ તું મારો શ્વાસ છે એમ મને લાગે છે ને મારા શ્વાસ ને તું લાગે      છે હદય ના ધબકારા...      તને પ્રેમ કરવો એટલે.....   ■ હથેળીમાં ઉગેલા આકાશ ને સપનાની પાંખો ફુટવી.   ■ તું ગઝલ ના શેર છે.   ■ વગડા માં ભર બપોરે હલચલ કરતી લહેર છે ●● મારા જુનાં મોબાઈલમાં સેવ થયેલો તારો નંબર...          મારી આંગળીઓના ટેરવા ની મસ્તી કરે છે... ●●       ...