સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું. BBC News, ગુજરાતી કન્ટેન્ટ પર જાવ વિભાગો ગુજરાત ભારત મૅગેઝિન લોકપ્રિય સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું, આકાશમાં 50 હજાર ફૂટ પર વૈજ્ઞાનિકો કેવા પ્રયોગ કરશે? ઇમેજ સ્રોત, GETTY IMAGES 4 એપ્રિલ 2024 અપડેટેડ એક કલાક પહેલા પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે. આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે. ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ. જોકે આ વખતે સૂર્યગ્ર...