Skip to main content

Posts

Showing posts from January, 2024

રાજા સિદ્ધરાજ જયસિંહ.

 ➡ સોમ તિલક સિદ્ધ ચક્રવર્તી મહારાજાધિરાજ ચૌલુક્ય (સોલંકી) વંશજ સિદ્ધરાજ જયસિંહ :- (વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ , ઇ.સ ૧૦૯૪ થી ઇ.સ ૧૧૪૩ અણહિલપુર પાટણ પર શાસન કરયુ).                        સિદ્ધરાજ જયસિહ અણહિલપુર પાટણ પર શાસન કરવાનો સમય ગાળો વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ દરમ્યાન સુધી નો હતો. તેમનુ નાનપણ નુ નામ જયસિહ હતુ. તેમના પિતા કર્ણદેવ સોલંકી માળવા સામે યુદ્ધ માં ધાયલ થતા તેમનુ મુત્યુ થયુ હતુ. જયસિહ લગભગ નાની આયુમાં પાટણની રાજગાદી સંભાળી તેમના માતા મીનળદેવી રાજ વ્યવસ્થા ચલાવતા તેમાં તેમના કર્તવ્યનિષ્ઠ મંત્રીઓનો સહકાર રહેતો , આ કર્તવ્યનિષ્ઠ મંત્રીઓમાં મહા આમત્ય મુજાલ , ઉદયન મંત્રી , શાતુ મહેતા નો સમાવેશ થતો હતો. જયસિહ ના પિતા ના મૃત્યુ પછી સૌરાષ્ટ્ર , આબુ , નાડોલ , જાલોર ના વિસ્તારો પાટણ થી સ્વતંત્ર થઈ ગયાં હતાં . જયસિહ પુકત પરિપક્વ થતા. પોતાની સેના સંગઠિત કરી આ પ્રદેશોને ક્રમઅનુસાર જીતી લઈ પુનઃ પાટણ રાજય માં જોડી દીધા. જુનાગઢ ના રાજા રા 'ખેગારે જયારે પાટણ સામે યુદ્ધ જાહેર કરયુ . તે સમયે સિદ્ધરાજ જયસિહ માળવા અભિયાન પર હતા. રા' ખેગાર પાટણના દરવાજા તોડયાં હતાં. સિદ્ધ