●● મને ગમે છે તું,●● તું એટલે બધુ જ જેને પ્રેમ કહેવાય છે બીજા અર્થોમાં 👇 ■ જીવવા ગમે એવી જીંદગી કહેવાય છે. ■ તારું હસવું મારી જીંદગીનો સ્ક્રીનશોટ છે. ■ તારા સ્મીત પર ઓવારી જાય છે મારા ગીત ને મારે તને ગાવી છે ,શબ્દોમા સજાવી છે. ■ તારી આંખોમાં હિલ્લોળા લેતો સાગર મને ભીતરથી ભીંજવે છે. ને મારો કિનારો છલકાય છે. ■ તું મારો શ્વાસ છે એમ મને લાગે છે ને મારા શ્વાસ ને તું લાગે છે હદય ના ધબકારા... તને પ્રેમ કરવો એટલે..... ■ હથેળીમાં ઉગેલા આકાશ ને સપનાની પાંખો ફુટવી. ■ તું ગઝલ ના શેર છે. ■ વગડા માં ભર બપોરે હલચલ કરતી લહેર છે ●● મારા જુનાં મોબાઈલમાં સેવ થયેલો તારો નંબર... મારી આંગળીઓના ટેરવા ની મસ્તી કરે છે... ●● ...