Skip to main content

                       ●● મને ગમે છે તું,●●

         
            તું એટલે બધુ જ જેને પ્રેમ કહેવાય છે
    બીજા અર્થોમાં 👇

 ■ જીવવા ગમે એવી જીંદગી કહેવાય છે.
 ■ તારું હસવું મારી જીંદગીનો સ્ક્રીનશોટ છે.
 ■ તારા સ્મીત પર ઓવારી જાય છે મારા ગીત ને મારે તને ગાવી         છે,શબ્દોમા સજાવી છે.
 ■ તારી આંખોમાં હિલ્લોળા લેતો સાગર મને ભીતરથી ભીંજવે છે.     ને મારો કિનારો છલકાય છે.
 ■ તું મારો શ્વાસ છે એમ મને લાગે છે ને મારા શ્વાસ ને તું લાગે      છે હદય ના ધબકારા...

     તને પ્રેમ કરવો એટલે.....

  ■ હથેળીમાં ઉગેલા આકાશ ને સપનાની પાંખો ફુટવી.
  ■ તું ગઝલ ના શેર છે.
  ■ વગડા માં ભર બપોરે હલચલ કરતી લહેર છે

●● મારા જુનાં મોબાઈલમાં સેવ થયેલો તારો નંબર...
         મારી આંગળીઓના ટેરવા ની મસ્તી કરે છે... ●●

               ●● મને ગમે છે તું ...●●


 ■ પાટણ ની પટોળા જેવી જુની,છતા આધુનિક છે.

 ■ તને ગમુ છું હું !  
    આ આશ્વર્યચિન્હ પશ્નાર્થ બરાબર જ છે અને પુર્ણવિરામ          પણ.
 
■ સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું          જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ.

■ કોઈ આપણને સમજતું ન હોય ત્યારે જિંદગી ખોડંગાતી રહે છે.

■ તું એક એવી પરબ છે જેને માટે હું હમેશા તરસતો જ રહ્યો છું.

■ મારો ચોર્યાશીલાખ જન્મનો સરવાળો એટલે તું.

■ હું કશોક અલગ છું એટલે હું છું અને તું પણ તારા અલગ          અસ્તિત્વ ને ટકાવી રાખે છે એટલે તું છે.

■ દરિયાકિનારે ખુલ્લા પગે ચાલુ છું ત્યારે રેતીમાં પડેલાં બે પગલાં       મને અધૂરાં લાગે છે અને તારાં પગલાં માટે તલસાટ જાગે છે.

 ■ હું તને યાદ કરું છું ત્યારે વીજળી નથી પડતી.

 ■ મારા માટે પ્રેમની વ્યાખ્યા એટલે તું.

 ■ હું તને યાદ કરું છું ત્યારે,
    તેં નહીં સ્પર્શેલી પળોનું લખલખું શરીરમાંથી પસાર થઇ જાય છે

 ■ તું પ્રેમ કરે છે ત્યારે.......👇

    💕"મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ ખળખળતી નદીઓ           બની કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,"💕

     💕"બળતણ માટેનું લાકડું બની ગયેલાં કેટલાંય ભીતરી                 વૃક્ષો મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે",💕

     💕"હસતો હોઉં ત્યારે તું હોય તો મારી મજા મલ્ટિપ્લાય                થાય છે..,રડતો હોય ત્યારે તું હોય તો આંસુનો ભાર                હળવો લાગે છે"💕


 ■ મારું અસ્તિત્વ તારામાં એક રસ થાય છે ત્યારે બહુંજ ગમે છે

 ■ તારું સ્મરણ મારા દિવસની ધાર કાઢે છે.....

 ■ "તું" એટલે
     "ધોમધખતા રણમાં પણ તરસ્યા રહી જીવવાનું કારણ"

● તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે.

● તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે.

    ""જીવાડે પ્રેમ થી એવું ક્યાં કોઈ મળે છે બેફામ
         મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા""


■ ફકત દિલની સફાઈ માંગે છે
   પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

■ આયુષ્યરેખાના કયા ટુકડામાં આપણે સાથે હતા?..
   મારું ચાલે તો તેના ઉપર માર્કિંગ✏ કરી લઉં.

■ મારા માટે તો એ જ મોટી પ્રસન્નતા છે કે 
   હું તારામાટે વિચારું,વિચારતો રહું.
■ તારા ખ્યાલોખી વધી જઈને બીજી કોઈ મોટી ખુશી        મારા માટે નથી..........


મારું હોવું તને તારા હોવા જેવું લાગે છે એ મને સ્પર્શે છે
तुम्हारे हर झूठमे भी लगतीं मुझे तुम सच्ची हो,कुछ ओर ही सोचाथा दिल हारनेसे पहलें पर तुम एसी ही तो अच्छी हों।

Comments

Post a Comment

Popular posts from this blog

ચેતાકોષ

આપણા ન્યૂરોન્સ કે ચેતાકોષો નો જે એકબીજા સાથે કનેક્શન (synapses) બનાવે છે. વિડિયો :  ચેતાકોષ વિડિયો  🎬 આપણા સૌની બુદ્ધિ શક્તિ અને માનસિક વિકાસનો આધાર આપણા ચેતાકોષોના કાર્ય અને આ કનેક્શન પર રહેલો છે. જટિલ કાર્યો જેવા કે ગણિત, સંગીત કોયડા ઉકેલવા વિગેરે તો જ સારી રીતે થાય જો આ ચેતાકોષો એકબીજા સાથે સરસ કનેક્શન બનાવે.  નવજાત શિશુ જન્મે ત્યારે એના મગજની સાઈઝ પુખ્ત વયના માણસની સરખામણીમાં ચોથા ભાગની હોય છે! પણ પછી ચાલુ થાય છે રોકેટની ગતિએ તેજ વિકાસ... જીવનના પહેલા બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ આવો વિકાસ થતો હોય છે! મજાની વાત તો એ છે કે નવજાત શિશુ અને પુખ્ત વયના માણસની અંદર ચેતાકોષોની કુલ સંખ્યા 100 અબજ જ હોય છે તો પછી મગજનો આ વિકાસ કેવી રીતે થાય છે? વેલ, એનું કારણ છે દરેક ચેતાકોષો એકબીજા સાથે નવા કનેક્શન બનાવે છે. નવજાત બાળકમાં આવા કનેક્શન જન્મ સમયે ઓછા હોય છે, જ્યારે વિકાસની સાથે આ કનેક્શન બનતા જાય ત્યારે એ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓ કરતા શીખી જાય છે જેમ કે જોતા સાંભળતા બોલતા ચાલતા વિગેરે. આવા કનેક્શન ત્યારે વધારે સારા બને જ્યારે બાળકને દ્રશ્ય શ્રાવ્ય કે અન્ય રીતે પ્રોત્સાહિત કરવામા...
           -::  माना अब हम साथ नहीं   ::-                                                     -: ADITYA MUDGAL                                     आज सुन रहा था किसी के लिखे हुए शब्द, न जाने क्यु वो आपकी याद दिला देते हैं ।                                खुद तो कुछ लिख नहीं सकता तेरे बिना                                चल अब आ भी जा मेरे इंतजार के सिवा ।ये तो कुछ शब्द है जो किसी ने लिखे हैं किसी के लिये मेरा तो हर वक्त ऐसा हो जो चले ओर जिए तो तेरे लिये।                                ...

રાજા સિદ્ધરાજ જયસિંહ.

 ➡ સોમ તિલક સિદ્ધ ચક્રવર્તી મહારાજાધિરાજ ચૌલુક્ય (સોલંકી) વંશજ સિદ્ધરાજ જયસિંહ :- (વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ , ઇ.સ ૧૦૯૪ થી ઇ.સ ૧૧૪૩ અણહિલપુર પાટણ પર શાસન કરયુ).                        સિદ્ધરાજ જયસિહ અણહિલપુર પાટણ પર શાસન કરવાનો સમય ગાળો વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ દરમ્યાન સુધી નો હતો. તેમનુ નાનપણ નુ નામ જયસિહ હતુ. તેમના પિતા કર્ણદેવ સોલંકી માળવા સામે યુદ્ધ માં ધાયલ થતા તેમનુ મુત્યુ થયુ હતુ. જયસિહ લગભગ નાની આયુમાં પાટણની રાજગાદી સંભાળી તેમના માતા મીનળદેવી રાજ વ્યવસ્થા ચલાવતા તેમાં તેમના કર્તવ્યનિષ્ઠ મંત્રીઓનો સહકાર રહેતો , આ કર્તવ્યનિષ્ઠ મંત્રીઓમાં મહા આમત્ય મુજાલ , ઉદયન મંત્રી , શાતુ મહેતા નો સમાવેશ થતો હતો. જયસિહ ના પિતા ના મૃત્યુ પછી સૌરાષ્ટ્ર , આબુ , નાડોલ , જાલોર ના વિસ્તારો પાટણ થી સ્વતંત્ર થઈ ગયાં હતાં . જયસિહ પુકત પરિપક્વ થતા. પોતાની સેના સંગઠિત કરી આ પ્રદેશોને ક્રમઅનુસાર જીતી લઈ પુનઃ પાટણ રાજય માં જોડી દીધા. જુનાગઢ ના રાજા રા 'ખેગારે જયારે પાટણ સામે યુદ્ધ જાહેર કરયુ . તે સમયે સિદ્ધરાજ જયસિહ માળવા અભ...