Skip to main content

Posts

                       ●● મને ગમે છે તું,●●                        તું એટલે બધુ જ જેને પ્રેમ કહેવાય છે     બીજા અર્થોમાં 👇  ■ જીવવા ગમે એવી જીંદગી કહેવાય છે.  ■ તારું હસવું મારી જીંદગીનો સ્ક્રીનશોટ છે.  ■ તારા સ્મીત પર ઓવારી જાય છે મારા ગીત ને મારે તને ગાવી         છે ,શબ્દોમા સજાવી છે.  ■ તારી આંખોમાં હિલ્લોળા લેતો સાગર મને ભીતરથી ભીંજવે છે.     ને મારો કિનારો છલકાય છે.  ■ તું મારો શ્વાસ છે એમ મને લાગે છે ને મારા શ્વાસ ને તું લાગે      છે હદય ના ધબકારા...      તને પ્રેમ કરવો એટલે.....   ■ હથેળીમાં ઉગેલા આકાશ ને સપનાની પાંખો ફુટવી.   ■ તું ગઝલ ના શેર છે.   ■ વગડા માં ભર બપોરે હલચલ કરતી લહેર છે ●● મારા જુનાં મોબાઈલમાં સેવ થયેલો તારો નંબર...          મારી આંગળીઓના ટેરવા ની મસ્તી કરે છે... ●●       ...
              -: ભરોસો:-                                – આશા વીરેન્દ્ર        (‘ભૂમિપુત્ર’ના ૦૧/૦૮/૨૦૧૫ના અંકમાંથી) ‘ચિલ્ડ્રન્સ રીમાન્ડ હોમ’માં નોકરી કરવાની વાતથી રોશનીને પરસેવો છૂટી ગયો હતો. ત્યાં તો કેવા કેવા ગુનેગાર છોકરાઓ આવે ! કોઈએ મારામારી કરી હોય તો કોઈએ ચોરી, કોઈક તો વળી આવેશમાં આવીને ખૂન પણ કરી બેઠા હોય. બાપ રે ! એવા છોકરાઓ સાથે કેવી રીતે કામ કરી શકાશે ? પણ પિતાના મૃત્યુ પછી જો એ કમાઈને ન લાવે તો ચાલે એમ જ નહોતું એટલે જે મળી એ નોકરી એણે સ્વીકારી લીધી. પહેલે જ દિવસે એને છ છોકરાઓની ટોળીની જવાબદારી સોંપાઈ. અને કહેવામાં આવ્યું, ‘આ છએ છના વર્તનની, ચોખ્ખાઈની, શિસ્તની, ભણતરની બધી વાતની તારે દેખરેખ રાખવાની.’ ધારી ધારીને છએ જણના ચહેરા જોતાં જોતાં એની નજર ટીનિયાની આંખો પર સ્થિર થઈ ગઈ. કેટલી નિષ્પાપ અને નિર્દોષ આંખો ! આ છોકરો કોઈ ગુનો કરી જ ન શકે. રિસેસના સમયે એની સાથી મિત્રએ હસતાં હસતાં એને ચેતવી, ‘અરે, મહાબદમાશ છોકરો છે. એના દેખાવ પર જ...
                        -:પાનસિંગ તોમર:- *એક ગુજરાત નો રસપ્રદ બહારવટિયા ની વાત. ૬૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનો 'પાનસિંગ તોમર' ભૂ પત પાકિસ્તાનથી ઝડપાયો! ભુપત બાહરવટયો તથા રાણો આહીર સમયાંતર - લલિત ખંભાયતા એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો. ૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો! અન્યાયો સામે મેદાને પડેલા ભૂપત પર જેતપુરના જીતુભાઈ ધાધલે નમૂનેદાર સંશોધન કર્યું છે. એ સંશોધનમાંથી ખબર પડે છે, કે ભૂપતસિંહને બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું! ૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થયેલું. સૌરાષ્ટ્રભરનાં નાનાં-મોટાં રજવાડાંઓના રમતવીરો મૂછોના થોભિયા પર હાથ ફેરવતાં ફેરવતાં સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલ...
👉 " એક તેતરના કારણે "           ( સત્ય ઘટના નો પ્રસંગ )           લેખક - ઝવેરચંદભાઈ મેઘાણી પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવોએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટયા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા. સોળે કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સેાળંકી કહેવાયો. ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ "ચૌહાણ" કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડયું, એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી " માર ! માર ! " ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને 'પર' નામના રાક્ષસને  સંહાર્યો, અટલે પરમાર નામે ઓળખાયો. આબુ ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વ્ર ગઈ ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ ...
એક આર્મી ઓફિસર ના કહેવા મુજબ… “હંમેશા વાત ધંધાની નથી હોતી” હું પ્રજાસતાક દિવસે દિલ્લીની પરેડમાં જોડાવા માટેની મારી ડ્યૂટી પર હતો. મારે બે રાત્રી દિલ્લીમાં રોકાવું પડે એમ હતું. તો, એટલે હું તાજ હોટેલમાં રોકાણો. મેં ખાસ આ હોટેલની પસંદગી કરી એના સ્થાનના કારણે. સાંજે, મેં હોટેલના સ્વાગત વિભાગના કર્મચારીને ફોન કર્યો અને મારો યુનિફોર્મ ઈસ્ત્રી કરાવવા આપ્યો. થોડા સમય પછી એક સર્વિસ બોય આવ્યો મારો યુનિફોર્મ લેવા માટે. મેં તેને મારો યુનિફોર્મ આપ્યો અને તે યુનિફોર્મ જોઈને આશ્ચર્યમાં પડ્યો, તેણે વિનમ્રતાથી પૂછ્યું કે સર તમે આર્મીમાં છો? મેં કહ્યું હા, અને તેણે તરતજ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મારી સાથે સેલ્ફી લીધી, તેણે કહ્યું – સર હું પહેલી વખત કોઈ આર્મી ઓફિસરને હકીકતમાં જોઈ રહ્યો છું. અત્યાર સુધી મેં તેમને માત્ર ફિલ્મોમાં જ જોયા છે. તેણે તરતજ કડક થઈને મને સલામ કરી. તેણે જય હિન્દ કહ્યું અને જતો રહ્યો. થોડા સમય પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો અને મારા આશ્ચર્યની વચ્ચે ત્યાં બે સુંદર છોકરીઓ ઉભી હતી હાથમાં મોબાઈલ સાથે. તેમાંથી એકે કહ્યું, સર અમારે તમારી સાથે એક સેલ્...