આપણા ન્યૂરોન્સ કે ચેતાકોષો નો જે એકબીજા સાથે કનેક્શન (synapses) બનાવે છે.
વિડિયો : ચેતાકોષ વિડિયો 🎬
આપણા સૌની બુદ્ધિ શક્તિ અને માનસિક વિકાસનો આધાર આપણા ચેતાકોષોના કાર્ય અને આ કનેક્શન પર રહેલો છે.
જટિલ કાર્યો જેવા કે ગણિત, સંગીત કોયડા ઉકેલવા વિગેરે તો જ સારી રીતે થાય જો આ ચેતાકોષો એકબીજા સાથે સરસ કનેક્શન બનાવે.
નવજાત શિશુ જન્મે ત્યારે એના મગજની સાઈઝ પુખ્ત વયના માણસની સરખામણીમાં ચોથા ભાગની હોય છે! પણ પછી ચાલુ થાય છે રોકેટની ગતિએ તેજ વિકાસ...
જીવનના પહેલા બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ આવો વિકાસ થતો હોય છે! મજાની વાત તો એ છે કે નવજાત શિશુ અને પુખ્ત વયના માણસની અંદર ચેતાકોષોની કુલ સંખ્યા 100 અબજ જ હોય છે તો પછી મગજનો આ વિકાસ કેવી રીતે થાય છે?
વેલ, એનું કારણ છે દરેક ચેતાકોષો એકબીજા સાથે નવા કનેક્શન બનાવે છે. નવજાત બાળકમાં આવા કનેક્શન જન્મ સમયે ઓછા હોય છે, જ્યારે વિકાસની સાથે આ કનેક્શન બનતા જાય ત્યારે એ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓ કરતા શીખી જાય છે જેમ કે જોતા સાંભળતા બોલતા ચાલતા વિગેરે.
આવા કનેક્શન ત્યારે વધારે સારા બને જ્યારે બાળકને દ્રશ્ય શ્રાવ્ય કે અન્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવે જેમકે માતા-પિતા બાળક સાથે રમે હશે બોલે અને વિવિધ ક્રિયાઓ કરે.
તિખારો: આમાં ક્યાંય મોબાઇલનો રોલ નથી! પહેલા બે વર્ષમાં બાળક સમક્ષ મોબાઈલ ટાઇમ 0 ઝીરો રાખવો જરૂરી!
ક્રેડિટ ડૉ મૌલિક સર
Comments
Post a Comment