➡ સોમ તિલક સિદ્ધ ચક્રવર્તી મહારાજાધિરાજ ચૌલુક્ય (સોલંકી) વંશજ સિદ્ધરાજ જયસિંહ :- (વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ , ઇ.સ ૧૦૯૪ થી ઇ.સ ૧૧૪૩ અણહિલપુર પાટણ પર શાસન કરયુ).
સિદ્ધરાજ જયસિહ અણહિલપુર પાટણ પર શાસન કરવાનો સમય ગાળો વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ દરમ્યાન સુધી નો હતો. તેમનુ નાનપણ નુ નામ જયસિહ હતુ. તેમના પિતા કર્ણદેવ સોલંકી માળવા સામે યુદ્ધ માં ધાયલ થતા તેમનુ મુત્યુ થયુ હતુ. જયસિહ લગભગ નાની આયુમાં પાટણની રાજગાદી સંભાળી તેમના માતા મીનળદેવી રાજ વ્યવસ્થા ચલાવતા તેમાં તેમના કર્તવ્યનિષ્ઠ મંત્રીઓનો સહકાર રહેતો , આ કર્તવ્યનિષ્ઠ મંત્રીઓમાં મહા આમત્ય મુજાલ , ઉદયન મંત્રી , શાતુ મહેતા નો સમાવેશ થતો હતો. જયસિહ ના પિતા ના મૃત્યુ પછી સૌરાષ્ટ્ર , આબુ , નાડોલ , જાલોર ના વિસ્તારો પાટણ થી સ્વતંત્ર થઈ ગયાં હતાં . જયસિહ પુકત પરિપક્વ થતા. પોતાની સેના સંગઠિત કરી આ પ્રદેશોને ક્રમઅનુસાર જીતી લઈ પુનઃ પાટણ રાજય માં જોડી દીધા. જુનાગઢ ના રાજા રા 'ખેગારે જયારે પાટણ સામે યુદ્ધ જાહેર કરયુ . તે સમયે સિદ્ધરાજ જયસિહ માળવા અભિયાન પર હતા. રા' ખેગાર પાટણના દરવાજા તોડયાં હતાં. સિદ્ધરાજ જયસિંહ જ્યારે પાછા આવ્યા . જુનાગઢ રાજા રા' ખેગાર ની સામે યુદ્ધ જાહેર કરી તેમને હરાવ્યા . જયસિહે કોકણ ના રાજા ને પણ હરાવ્યા હતા.
સૌથી મોટું પરાક્રમ તેમણે માળવાના રાજા યશોવર્માને હરાવીને પોતાના પિતાના મૃત્યુનો બદલો લઈ "અવંતીનાથ" નું બિરુદ ધારણ કરયુ હતુ . બુદેલખંડ ના મદન વર્માને હરાવીને બુંદેલખંડ પણ જીતી લીધું હતું. અજમેરના રાજા અર્ણોરાજ ચૌહાણને પણ હાર આપી હતી . પણ અર્ણોરાજ ચૌહાણ વિરતા થી પ્રભાવિત થઇને તેમની એકમાત્ર પુત્રી કાંચના દેવી નો વૈવિશાળ (લગ્ન ) કરયા. અજમેર જોડે મૈત્રી સંબધો સ્થાપ્યાં હતાં . ઉતર ગુજરાત ના જંગલો (સિદ્ધપુર અને પાટણ નો વિસ્તાર) માં લુટ ફાટ કરી પ્રજાને રંજાડતા મહાકાય દાનવ કદ ધરાવતા બાર્બરક ભીલ નામના સરદાર ને હાર આપી તેને વશ કરયો હતો. બાર્બરક ને હરાવીને તેમણે "બર્બરક જિષ્ણુ " નામનુ બિરુદ (ઓળખાણ ) ધારણ કરયુ હતુ.
માતા મીનળદેવીના કહેવાથી યાત્રાળુ પર લેવામાં આવતો સોમનાથ યાત્રાનો કર માફ કરયો. સોમનાથ યાત્રા પરનો કર(વેરો) દૂર કરી આશરે ૭૨ લાખ જેટલો કર (વેરો) જતો કરયો હતો . જયસિહે અનેક વિદ્વાન માણસોને પોતાનો રાજ્યાશ્રય આપ્યો હતો . હેમચંદ્રાઆચાર્યસૂરી તેમાં વિશેષ હતા. હેમચંદ્રાઆચાર્ય જયસિંહની પ્રેરણાથી પ્રેરાઈ ગુજરાતી વ્યાકરણનો મહાન ગ્રંથ જેમાં વ્યાકરણના નિયમો ની રચના કરી. આ ગ્રંથનું નામ "સિદ્ધ હેમ શબ્દાનુંશાસન" નામ આપયુ. આ ગ્રંથની રચના પૂર્ણ થયા બાદ સમ્રગ પાટણ શહેર માં હાથી ઉપર પાલખી માં મુકી ને તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી . સિદ્ધરાજ જયસિંહે પ્રજા ની તકલીફો જાણવા માટે રાત્રે પોતાનો વેશ બદલીને નગરચર્યા પણ કરતાં હતાં . પ્રજા તેમના રાજ્યમાં ખુશ છે કે નહીં તેનું તેઓ બહુ ધ્યાન રાખતાં. તેઓ પ્રજાવત્સલ રાજા પણ હતા . મૂળરાજ સોલંકીના સમય નું રુદ્ર મહાલય નું કામ જે અધૂરું હતું તેઓએ તે પૂર્ણ કરાવ્યું હતું .આમતો તેમનુ નાનપણ નુ નામ "જયસિહ" હતુ. પણ આવી અનેક સિદ્ધિઓને કારણે જયસિંહ માંથી તેઓ સિધ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાયા. તેમને કરેલા અનેક યુદ્ધો ને કારણે તેમને " ત્રિભુવનગંડ , અંવતીનાથ , સિદ્ધચક્રવર્તી ,બર્બરક જિષ્ણુ , રાજ પરમેશ્વર પરમ ભટ્ટાર્ક , આવા અનેક બિરુદો ધારણ કરેલા. તેમના સમય માં પાટણ ની સતા સમગ્ર ગુજરાત , કચ્છ , સૌરાષ્ટ્ર ,લાટ , આંબુ , નાડોલ , ઝાલોર ,મારવાડ , સિંધ, માળવા , મેવાડ, બુદેલખંડ , કોકણ , દેવગિરિ સુધી હતી.કુલ ૧૮ દેશ ના માંડલિક રાજા ઓના પ્રતિનિધિ સિદ્ધરાજ જયસિહના દરબારમાં બેસતા હતા. સિદ્ધરાજ જયસિહ નો સમય એ ગુજરાત નો સુવર્ણ યુગ કહેવાતો. ઈતિહાસમાં સોલંકી વંશ રાજાઓમાં જ નહી પણ ગુજરાતના થઇ ગયેલા પરાક્રમી રાજાઓમાં તેમનુ સ્થાન ઉચ્ચશિખર પર છે . સિદ્ધપુર શહેરનું,જેમના નામ પરથી નામ પડ્યું છે,તે મધ્યકાલીન યુગના યશસ્વી રાજા સિદ્ધરાજ જયસિંહજીને કોઈ ભુલ્યું નથી, ઉત્તરાયણના દિવસે જ મહારાજાનું નિધન થતા,આ જ બાબતને લઈને સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવાતા નથી,પણ તેના સ્થાને દશેરાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે,સિદ્ધપુરની જેમ આવો જ રિવાજ પાટણમાં પણ હતો,જે હજુ પણ પાટણ શહેરમાં ઘણા લોકો ચુસ્તપણે પાલન કરે છે,જો કે આધુનિકયુગની નવી પેઢી આ રિવાજનું પાલન કરવામાંથી મુક્ત થઈને ઉત્તરાયણે પતંગ ચગાવતી થઈ છે,તેથી હવે દશેરા અને ઉત્તરાયણ એમ બેઉ પ્રસંગે પતંગ ચગતા જોવા મળે છે.આમ બાકીનું ગુજરાત જ્યારે દશેરાની ઉજવણી રાવણ દહન અને ફાફડા-જલેબી-ચોળાફળી ખાઈને કરે છે,ત્યારે સિધ્ધપુરમાં તેની ઉજવણીમાં માત્ર જમીન પર જ નહીં પણ આસમાનમાં પતંગો ચગાવીને પણ થાય છે. આપણે આજના દિને શોક મનાવવા માટે નથી કહતા,પણ ક્ષત્રિય સમાજના,હિંદવા શાલિગ્રામ,ગુજરાતના ગૌરવ,ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા એવા વિર મહારાજા સિદ્ધરાજ સોલંકીને વિરાઁજલિ,શ્રધ્ધાજંલી અર્પણ કરીએ... એમના અમુલ્ય યોગદાન,એમની વિરતા,શોર્યપુર્ણ ઈતિહાસ અને ગૌરવગાથાને બિરદાવીએ......સિદ્ધરાજ જયસિંહ સોલંકી ની પુણ્યતિથિ નિમીતે શત્ શત્ વંદન🙏🙏
આવા ચક્રવર્તી મહારાજા સિદ્ધરાજ જયસિહ નુ નામ ઇતિહાસ ના પન્નાઓ માં અમર થઈ ગયુ.
सौराष्ट्र कच्छ ने माळवो, ज्या लाट पण नमता हता
मुंजाल ने भट्ट काक संग ज्या रणनीतीओ रमता हता
ए सिध्धराज माता मिनळ जायो विरता जयसिंहरी
वातु धरा गुजरात नी ज्या खमीरता खणकी रही
पाटण धरा ना पारखा महाकाळी ए लीधेल छे
बारोट नी थै बाळकी जगदेव ने जाचेल छे
जगदेवे काप्यु शीश त्यातो काळका कंपी गई
वातु धरा गुजरात नी ज्या खमीरता खणकी रही
सौराष्ट्र कच्छ ने माळवो, ज्या लाट पण नमता हता
मुंजाल ने भट्ट काक संग ज्या रणनीतीओ रमता हता
ए सिध्धराज माता मिनळ जायो विरता जयसिंहरी
वातु धरा गुजरात नी ज्या खमीरता खणकी रही
पाटण धरा ना पारखा महाकाळी ए लीधेल छे
बारोट नी थै बाळकी जगदेव ने जाचेल छे
जगदेवे काप्यु शीश त्यातो काळका कंपी गई
वातु धरा गुजरात नी ज्या खमीरता खणकी रही
सिमाडे आनर्त ना सिध्धराज हाकल वागती
गुजरात नुं गौरव गादी अणहिलपुर दीपावती
हतो सोलंकी सुध्ध क्षत्रिय अंगी जुवो भोम आनर्त नी आ उमंगी
સોલંકી રાજવંશ રાજવી દ્રારા નિર્માણ મહત્વ ના સ્થાપત્યો :-
૧. રુદ્ર મહાલય (સિદ્ધપુર )
૨. સહસ્ત્રલિંગ તળાવ . ( પાટળ)
૩. કીર્તિતોરણ ( વંડનગર)
૪. ડભોઇ નો કિલ્લો (ડભોઇ).
૫. ઝીઝુવાડા નો કિલ્લો (ઝીઝુવાડા).
૬. સોલંકી કાલીન કીર્તિતોરણ ગુજરાતના દરેક સ્થળો જોવા મળે છે. (કપંડવજ , દેલમાલ , પિલુન્દ્ર , વગેરે)
૭. રાણીની વાવ.
૮. મુનસર તળાવ.
૯. મોઢેરાનુ સુર્ય મંદિર.
૧૦. આસોડા ગામનુ શિવ મંદિર.
✍
વાઘેલા (સોલંકી) રાજવંશ ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ .
દિગ્વિજયસિંહ વાઘેલા
નોધ :- આ પોસ્ટ આજે મહારાજાધીરાજા સિદ્ધુ ચક્રવર્તી સિદ્ધરાજ જયસિહ નિર્વાણ દિવસ હોવાથી તેમને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરી છે .
➡ દુહા ઓની રચના નવધણસિહ વાઘેલા ( ગામ :- કુકરાણા વઢિયાર રત્ન ) .
➡ મહાભારત ના વિર યોદ્ધા ભિષ્મ પિતામહ (ગંગા પુત્ર શ્રીદેવ વ્રત)નિર્વાણ દિવસ તેમને વંદન.
➡ ગુહિલોત વંશજ મહારાણા કુભાજી ના જન્મ જંયતી ની શુભેચ્છા ).
Comments
Post a Comment